સામત્રાનાં ખેતરમાંથી પીજીવીસીએલની ડી.પી.ની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

copy image

ભુજ ખાતે આવેલ સામત્રાનાં ખેતરમાંથી પીજીવીસીએલની ડી.પી.ની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, આ મામલે સુખપરમાં રહેતા ખેડૂત કાંતિભાઇ ભીમજીભાઇ ભવા દ્વારા માનકૂવા પોલીસ મથકે ફરિયાદ નોંધવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. 20/11/23થી 15/1/24 દરમ્યાન  સામત્રામાં આવેલ ફરિયાદીની ખેતીની જમીનમાં વીજ જોડાણ અર્થે પીજીવીસીએલ કંપનીની લગાવવામાં આવેલ ઇલેક્ટ્રીક ડી.પી.ની કોઇ અજાણ્યો ચોર ઇસમ તસ્કરી કરીને ફરાર થઈ ગયેલ  છે. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.