અંજાર ખાતે આવેલ મીઠાપસાવરિયામાં ત્રણ શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી 55 વર્ષીય આધેડની કરી હત્યા

copy image

copy image

અંજાર ખાતે આવેલ મીઠાપસાવરિયામાં ત્રણ શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા મારી 55 વર્ષીય આધેડની હત્યા કરી દેવાઈ હોવાનો ચકચારી મામલો સપાટી પર આવ્યો છે.આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ અંજારના મીઠાપસારવારિયા ગામના સીમ વિસ્તારમાં મૃતકની વાડીમાં  ગત દિવસે સાંજના અરસામાં આ બનાવ બન્યો હતો. માહિતી મળી રહી છે કે પ્રાથમિક તપાસ દરમ્યાન જાણવા મળેલ કે આરોપી શખ્સોએ અંજારના ભોલેનાથ નગરમાં રહેતા અને પાણી  પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા આધેડને ગળા અને પીઠ સહિતનાં શરીરના અન્ય ભાગોમાં તીક્ષ્ણ હથિયાર વડે  પ્રાણધાતક હુમલો કરી દીધો હતો. આ બનાવના પગલે પોલીસમાં ભારે ધોડદામ મચી હતી. પોલીસે આ મામલે આરોપી શખ્સોને પકડવા આગળની તજવીજ હાથ ધરી છે.