અયોધ્યામાં રામમંદિરની પ્રતિષ્ઠા પ્રસંગે ભુજ ખાતે. નરસિંહમહેતાનગરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું

ભુજ. અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા પ્રસંગે ભુજ ખાતે નરસિંહ મહેતા નગરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારથી ગોપનાથ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, નરસિંહ મહેતા નગરના ગોપનાથ મંદિર ની બાજુમાં આવેલા વિશાળ ચોકમાં રંગોળી થી સ્કેચ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત રામ ભગવાનના કટ આઉટ પણ મૂકવામાં આવ્યા હતા. બેનરો સાથે યોજાયેલા કાર્યક્રમમાં ભુજના પૂર્વ નગરપતિ અને જાણીતા ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અતિથિ વિશેષ તરીકે મહિલા અગ્રણી રામુબેન પટેલ પણ ઉપસ્થિત રહી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા નરસિંહ મહેતા નગરની મહિલાઓને સત્સંગ મંડળી દ્વારા સુંદરકાંડ ના પાઠ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત રામધૂન પણ બોલાવી હતી. આ તકે બાળકો માટે શ્રીરામ લેખન ડબલ અક્ષર નું સ્પર્ધા નું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો આ તકે પ્રાસંગી ઉદ્ભબોધન કરતા પૂર્વ નગરપતિ શંકરભાઈ સચદે એ કર્યું હતું તેમજ બાળકો એ કેસરી ટોપી પહેરી ને આવ્યા હતા જ્યારે મહિલાઓ રામનો ખેસ પહેર્યો હતો બાળકોને રામુબેન પટેલ તરફથી પીઝા આપવામાં આવી હતી જ્યારે શંકરભાઈ સચદે તરફથી તમામ બાળકોને નુડલ્સ આપવામાં આવ્યા હતા આ તકે રંગોળી માં ૧૦૮ દીવડા તેમજ શ્રીરામનો મોટો ધ્વજ રામભગવાન નો મોટો કટ આઉટ બેનર સાથે ના ફોટા સાથે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નરસિંહ મહેતા નગરના નગરજનો ઉમટ્યા હતા ખાસ આકર્ષણનું કેન્દ્ર રામ અને સીતા રહ્યા હતા ભુજના જાણીતા કલાકાર કુમારી કોમલ બોરા સીતાના રૂપમાં અને રામના રૂપમાં (એડવોકેટ) નવીન ભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા તેઓ જ્યારે નરસિંહ મહેતા નગરને આંગણે પહોંચ્યા ત્યારે પાંચમી શેરીથી તેમનું સ્વાગત કરી અને મંદિર સુધી અહંકારી ગયા હતા ભવ્ય રામધુન સાથે મંદિરમાં પહોંચ્યા બાદ મંદિરના પટાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં રામ-સીતાએ હાજરી આપી હતી. આ તકે તમામ હાજર આ રામ સીતા ના સાથે સેલ્ફી પડાવી હતી નરસિંહ મહેતા નગરના તમામ શહેરીજનો માટે સમૂહ પ્રસાદનું રાત્રે આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન શ્રીરામ લેખન સ્પર્ધા ના તમામ વિજેતાઓને ઇનામો ઇનાયત ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે,તેમજ રામુબેન પટેલ, અને રામ સીતા રૂપમાં આવેલા બંનેના હસ્તે ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા નરસિંહ મહેતા નગરમાં આસોપાલવ વાવટ થી સચ કરવામાં આવ્યું હતું નરસિંહ મહેતા નગરમાં યોજાયેલા કાર્યક્રમમાં સૌ પ્રથમ નરસિંહ મહેતા ના અગ્રણી દર્શક અંતાણીએ સૌ કોઈને આવકાર આપ્યો હતો,