લોકસભા મધ્યસ્થ કાર્યાલયનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું

વર્ષ 2024ની લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો સક્રિય થયા છે અને પોતપોતાની રીતે તૈયારીઓ શરૂ કરી દીધી છે.ત્યારે ચુંટણીના બ્યુગલ વાગી ચુક્યા છે તો ભાજપે પણ પોતની તૈયારીઓ આદરી દીધી છે જેના ભાગરૂપે આજે 26 બેઠકોના ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે.રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા ગુજરાતમાં આવ્યા છે અને ગુજરાતના 26 કાર્યાલયનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અમદાવાદના થલતેજથી વર્ચ્યુઅલી તમામ કાર્યાલય શરૂ કરવામાં આવ્યા છે.જેમાં કચ્છ બેઠકનુ મધ્યસ્થ કાર્યાલય ભુજ ખાતે શરૂ કરવામાં આવ્યું છે. પંડિત દિનદયાલ ભવન કે જે જૂનું ભાજપ કાર્યાલય છે તે ખાતે લોકસભા મધ્યસ્થ કાર્યાલયનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરીયા, પ્રદેશ ભાજપ મંત્રી નૌકાબેન પ્રજાપતિ, કચ્છ જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી કશ્યપભાઈ શુક્લા, કચ્છ લોકસભા પ્રભારી કમલેશભાઈ મીરાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા અને કચ્છની 6 વિધાનસભા બેઠકોના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરીયાએ ગુજરાતની 26 એ 26 બેઠક 5 લાખના મતથી ભાજપ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.કચ્છના કાર્યકર્તાઓની એકતા અને ધારસભ્યોની સક્રિયતાને પગલે કચ્છની બેઠક 5 લાખ મતથી જીતીશું તેવો સંકલ્પ કરવામાં આવ્યો છે.લોકો ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં યોગદાન આપી રહ્યા છે.