ગાંધીધામમાંથી દારૂની 120 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ગાંધીધામમાંથી 51 હજારના દારૂ સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીધામમાં આવેલ કલેક્ટર રોડ ત્રણ રસ્તા નજીક એક કારમાંથી પોલીસે રૂા. 51,120ના શરાબ સાથે એક શખ્સની અટક કરી હતી.ઉપરાંત હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન વધુ બે શખ્સોના દારૂ આપનાર તરીકે નામ સામે આવ્યા હતા. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગાંધીધામ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગાંધીધામમા આવેલ કલેકટર રોડ ત્રણ રસ્તા નજીક એક કારમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે, મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ વોચ ગોઠવી અને બાતમી વાળી કાર આવતા તેને અટકાવી કારની તપાસ હાથ ધરી હતી. કારની તપાસ હાથ ધરતા તેમાથી  દારૂની 10 પેટી નીકળી હતી. હાથ ધારવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન પોલીસે કુલ 120 બોટલ કિંમત રૂા. 51,120નો દારૂ હસ્તગત કર્યો હતો. ઉપરાંત આ કાર્યવાહી દરમ્યાન વધુ શરાબ આપનાર વધુ બે શખ્સોના નામ સામે આવ્યા હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી હાથમાં ન આવેલા શખ્સોને પકડી પાડવા આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.