આગામી વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં કરછને વંદે ભારત ટ્રેન ફાળવવા રાપર પૂર્વ ધારાસભ્ય દ્વારા કેન્દ્રિય નાણા મંત્રીશ્રી સમક્ષ રજુઆત કરાઈ

રાપર વિધાનસભા હેઠળના પ્રજાના પ્રશ્નોને વાંચા આપતા અને લોકોના જીવન જરૂરિયાતના કામો કરવા માટે હરહંમેશ તત્પર એવા રાપર પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ માન.મહોદયા શ્રીમતિ નિર્મલાબેન સીતા રમણ માન.કેન્દ્રિય નાણામંત્રીશ્રી ભારત દેશ તથા રાજયના મહામહિમ રાજયપાલ શ્રી માન.આચાર્ય દેવવ્રતજી સાથોસાથ ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી માન.ભુપેન્દ્રભાઈ પટેલ તથા નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઇ તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલ તથા ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતાશ્રી અમિતભાઈ ચાવડા સહિત શ્રી રાજકુમાર મુખ્ય સચિવશ્રી ગુજરાત સરકાર સાથોસાથ કલેક્ટરશ્રી કરછ સમક્ષ રજુઆત કરતા જણાવ્યુ કરછ જીલ્લો ગુજરાત રાજયનો મોટો વિસ્તાર ધરાવતો એક વિશાળ જીલ્લો છે.વર્ષોથી વેપાર ધંધા અર્થે કરછીઓ બહોળી સંખ્યામાં સીધા જ મુંબઈ તેમજ અન્ય મોટા ઔધોગિક ક્ષેત્રે મેટ્રો પોલિટન શહેરો સાથે સંકળાયેલ છે.તેમજ વર્ષ ૨૦૦૧ ના મહાવિનાશક ભૂકંપ બાદ ટેક્ષ બેનેફિટના કારણે કરછ જીલ્લામાં મોટા પાયે અનેક ક્ષેત્રોના ઉદ્યોગો વિકસ્યા છે અને વિકસી રહ્યા છે.જેથી કરછ જીલ્લામાં પરપ્રાંતી આવનાર લોકોની સંખ્યામાં સતત વધારો થઈ  રહ્યો હોઈ તેમજ પ્રસંગોપાત , વિવિધ તહેવારો સહિત સિઝન સમયે બહોળી સંખ્યામાં લોકો ટ્રેન મારફતે લોકો કરછમાં આવતા-જતા હોય છે.ભુજ – મુંબઈની ટ્રેનોમાં ફ્રસ્ટ એસી અને ટુ ટાયર એ.સી.સીટોનું સૌથી પહેલા બુકિંગ થઈ જતું હોઈ ઉપરાંત મુસાફરોની સંખ્યા વધુ હોવાથી અન્ય કેટેગરીમાં ટિકિટ મેળવવી પ્રવાસીઓ માટે મુશ્કેલ હોય છે.તેમજ મોટા ભાગે ટિકિટ પણ મળતી નથી એવા કિસ્સાઓ પણ વારંવાર બને છે. તેમજ વધુમાં જણાવ્યુ હતું કે ભુજ-મુંબઈ જવા માટે માત્ર એકજ ડોમેસ્ટિક વિમાની સેવા હોઈ માટે મુસાફરોએ ખાનગી બસો અથવા અન્ય વાહનો મારફત મુસાફરી કરવાની ફરજ પડતી હોય ઉપરાંત તહેવારોના સમયે સરકારી બસો,પ્રાઈવેટ વાહનોમાં પણ જગ્યાઓ મલવાનો અભાવ રહે છે.હાલના સમયમાં મુંબઈ થી કરછ આવવા માટે ૮ (આઠ) ટ્રેનો છે.હાલ સમગ્ર દેશમાં કુલ ૪૧ અને ગુજરાત રાજમાં ૨(બે) વંદે ભારત ટ્રેનો ચાલે છે પરંતુ આગામી સમયમાં ગુજરાત રાજયને વધુ ૨(બે) વંદે ભારત ટ્રેનો મળવાની છે જેમાં વિસ્તારની દ્રષ્ટિએ મોટો વિસ્તાર એવા કરછ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો નથી.કરછ જીલ્લાને વંદે ભારત જેવી ઝડપી અને અદ્યતન સુવિધાઓ ધરાવતી ટ્રેન ફાળવવામાં આવે તો કરછમાં આવતા વિદેશી સહિત મુસાફરોને ખુબજ લાભદાઈ નીવડે તેમ હોઈ માટે આગામી વર્ષ ૨૦૨૪ -૨૫ ના બજેટમાં ભુજ થી મુંબઈ માટે વંદે ભારત ટ્રેન ફાળવવા રાપર વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરી હતી.