અગાઉ થયેલ બોલાચાલીનું મન દુ:ખ રાખી આરોપીએ ફરિયાદને છરીનો ઘા ઝીંકી દીધો

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ભુજમાં એક યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવતા આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે પ્રાપ્ત વિગતો મુજબ ભુજમાં આવેલ સરપટ નાકા બહાર ચાની હોટલ નજીક ગત દિવસે આ બનાવ બન્યો હતો. નોંધાવેલ ફરિયાદ પરથી જાણવા મળી રહ્યું છે કે, થોડા દિવસો પૂર્વે થયેલ બોલાચાલીનું મનદુ:ખ રાખી આરોપી શખ્સે ફરિયાદી યુવાનને છરીનો ઘા ઝીંકી દીધો હતો. ઉપરાંત ગાળી સાથે ઝઘડો કરી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. પોલીસે આ અંગે આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.