ભુજ શહેર ખાતે જિલ્લા હોમગાર્ડ કચેરીમાં ધ્વજ વંદન કરાયું

ભુજ: શહેર ના મહાદેવ ગેટ ખાતે આવેલ જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી એ. આર. જનકાત ની સૂચનાથી તેમજ સુપરવિઝન અધિકારી ડી.એન. જાડેજા ના માર્ગદર્શન હેઠળ નાયક વહીવટી અધિકારી શ્રી અમરસિંહ એલ તુવર અને ભુજ શહેર ઓફિસર કમાન્ડિંગ શ્રી વારીસ પટણી દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો તેમજ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી તેમજ ભારત માતાકી જય ના સૂત્રોચાર કરવામાં આવેલ હતા આ પ્રસંગે બહોળી સંખ્યામાં મહિલા સહિતના હોમગાર્ડ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જેમાં મહિલા હોમગાર્ડ સભ્યો દ્વારા ભારત માતા નો નકશો ફૂલોથી બનાવવામાં આવ્યો હતો તો જિલ્લા હોમગાર્ડ કચેરીના સુપરવિઝન અધિકારી શ્રી ડી એન જાડેજા ને રાષ્ટ્રપતિ મેડલ એનાયત થતા તેમને જિલ્લા હોમગાર્ડ કચેરી નો સ્ટાફ તેમજ ભુજ શહેર યુનિટ હોમગાર્ડ ના ઓફિસર કમાન્ડિંગ વારીસ પટણી તથા ભુજ શહેર યુનિટ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તો ભુજ શહેર યુનિટ ના પાર્ટ ટાઈમ ક્લાર્ક આશિષ લાખાણી. સુલતાન જુનેજા. ખોડુભા જાડેજા. મનોજ પંડ્યા. ગૌરાંગ જોશી. અમન દનીચા. મંથનગોર. કુલદીપ સિંહ પરમાર. ભવ્યરાજ રાઠોડ. સંજય નાગુ. કનૈયાલાલ બારોટ. વિશાલ મહેશ્વરી. સાવન ચૌહાણ. દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાર જહેમત ઉઠાવી હતી