અબડાસાના નાની અને મોટી સુડધ્રો ગામને જોડતો જર્જરિત પુલ અકસ્માતને નોતરી રહ્યો છે : તંત્ર ગાઢ નિંદ્રામાં….?

copy image

copy image

અબડાસા તાલુકાના નાની અને મોટી સુડધ્રો ગામને જોડતો જર્જરિત પુલ હવે ભયજનક સ્તરે પહોંચી ચૂક્યો છે. માહિતી મળી રહી છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી પુલની હાલત અતિ બિસ્માર સ્થિતિમાં જોવા મળી રહી છે છતાં પણ તંત્ર દ્વારા પગલાં લેવામાં આવતા નથી. આવી ફરિયાદ સાથે જ આ પુલનું ટૂંક સમયમાં સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ અબડાસા તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી દ્વારા કરવામાં આવેલ રજૂઆતમાં જણાવ્યા અનુસાર, નાની-મોટી સુડધો ગામમાં અવરજવરના રસ્તા પરનો પુલ લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે આ બંને ગામમાં અસ્ટનેત્ર હનુમાનનું મંદિર હોતાં ત્યાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓની અવરજવર વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. વધુમાં સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, આ જર્જરિત પુલનું સમારકામ ટૂંક સમયમાં જ હાથ ધરવામાં નહીં આવે તો અકસ્માત સર્જાવાની ભીતિ રહેલી છે.