32 હજારના શંકાસ્પદ ડીઝલ સાથે રોહાના બે શખ્સોને ઝડપી પાડતી નખત્રાણા પોલીસ
copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, શંકાસ્પદ ડીઝલ સાથે રોહાના બે શખ્સોને નખત્રાણા પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે પ્રાપ્ત વિગતો મુજબ નખત્રાણા પોલીસે રોહાના બે ઈશમોને કિં. રૂા. 32,200ના શંકાસ્પદ ડીઝલ સાથે ઝડપી પાડયા હતા.આ અંગે નખત્રાણા પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, રોહા (સુકરી)ના બે શખ્સો હાલમાં ભુજ-નલિયા હાઈવે પર રોહા ફાટક નજીક ચોરી કે છળકપટથી પ્રાપ્ત કરેલ ડીઝલના જથ્થા સાથે વેચવાની તૈયારીમાં ઊભા છે.મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને હકીકત વાળી જગ્યાએથી ડીઝલ 12 બેરલ 350 લિટર કિ. રૂા. 32,200 સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી આ જથ્થા અંગે આધાર પુરાવા માંગતા તેઓ રજૂ કરી શક્યા ન હતા. તેથી પોલીસે શંકાસ્પદ ડિઝલના જથ્થા સહિત કુલ 33,200ના મુદ્દામાલ સાથે ઝડપી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.