25/01ના રોજ માંડવીના વીગાણિયા ગામ મધ્યે ભીમનાથ દાદા મંદિર ખાતે જીર્ણોધાર પ્રસંગ યોજાયો

તા.25.1.24ના રોજ માંડવીના વિગાણીયા ગામ મધ્યે ભીમનાથ દાદા મંદિર ખાતે જીર્ણોધાર પ્રસંગ યોજાયેલો. દયાલગીરી પરિવારના તમામ પરિવાજનો તથા વિગાણીયા ગામના ગ્રામજનો દ્વારા આ મંદિર નિર્માણ પામેલ. ધાર્મિક વિધિ આચાર્યશ્રી રાજેશમારાજ તથા મહાવીર જોષી રામપર વાળા તથા તેમના સાથીદારોએ આ યજ્ઞ વિધી કાર્યક્રમ પૂર્ણ કરેલ. હવેથી દર વર્ષે આ ભીમનાથ દાદાનું પાટોત્સવ યોજવામાં આવશે. એવું સહુ પરિવારજનો તથા ગ્રામજનો દ્વારા નક્કી કરવામાં આવેલ.