અંજારના ગંગા નાકા નજીક જાહેરમાં લોકો પાસેથી આંકડો લેતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો
copy image

અંજાર શહેરમાં આવેલ ગંગા નાકા વિસ્તારમાં જાહેરમાં લોકો પાસેથી આંકડો લેતા ઈશમને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યો છે.આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અંજાર શહેરમાં આવેલ ગંગા નાકા વિસ્તારમાં એક ઈશમ જાહેરમાં લોકો પાસેથી આંકડો લઇ રહ્યો હતો. આ શખ્સ હાથમાં પેન અને ડાયરીનું પાનું લઇ લોકો પાસેથી આંકડા લઈ રહ્યો હતો તે દરમ્યાન અચાનક પોલીસ ત્રાટકી હતી અને આ શખ્સને પકડ્યો હતો. પોલીસે પકડાયેલ ઈશમ પાસેથી રોકડા રૂા.12,500 તથા પેન-પાનું કબ્જે કર્યા હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.