ભચાઉ ખાતે આવેલ આધોઇ-ગમડાઉ નજીક ટેમ્પો અને બાઇક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં બાઇક ચાલકનું મોત
copy image

ભચાઉ ખાતે આવેલ આધોઇ-ગમડાઉ ગામ વચ્ચે ટેમ્પો અને બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલકનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 24-1નાં રોજ હલરા વાડી વિસ્તારમાં ખેતમજુરી કરનાર યુવાન પોતાની બાઇક લઇને આધોઇ ગામથી ઇશ્વરીયા મહાદેવ બાજુ જતો હતો. તે દરમ્યાન એક ટેમ્પોના ચાલકે આ બાઇકને અડફેટમાં યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓના પગલે તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે ટેમ્પોના ચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી.પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.