ભુજમાં તીનપત્તીનો જુગાર રમતી ત્રણ મહિલા સહિત ચાર ખેલીઓ પોલીસના સકંજામાં

970736623Jugar

copy image

copy image

ભુજમાંથી તીનપત્તીનો જુગાર રમતી ત્રણ મહિલા સહિત ચારને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગત રવિવારના રાતના સમયે બી-ડિવિઝન પોલીસ પેટ્રોલીંગમાં હતી તે  દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભુજ શહેરમાં જાહેરમાં અમુક ઈશમો તીનપત્તી વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા  છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી  જુગાર રમતી ત્રણ મહિલા સહિત ચાર ખેલીઓને રોકડા રૂા. 11,100 સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યાવાહી હાથ ધરી છે.