આયુષમાન કાર્ડ ધારકોને હોસ્પિટલ સારવાર સમયે વેરિફિકેશન અંગે પડતી હાલાકી તેમજ આયુષમાન કાર્ડ અંગે પડતી વિવિધ સમસ્યાનું નિરાકરણ કરવા મુખ્યમંત્રીશ્રી તથા આરોગ્યમંત્રીશ્રી સમક્ષ રજુઆત કરાઈ

રાપર વિધાનસભા હેઠળના પ્રજાના પ્રશ્નોને વાંચા આપતા અને લોકોના જીવન જરૂરિયાતના કામો કરવા માટે હરહંમેશ તત્પર એવા રાપર પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા ગુજરાત રાજયના ગુજરાત રાજયના રાજયપાલશ્રી સહિત મુખ્યમંત્રીશ્રી માન.ભુપેન્દ્રભાઈ પટેલ તથા આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ  ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતાશ્રી અમિતભાઈ ચાવડા તથા આરોગ્ય સચિવશ્રી સહિત કલેકટરશ્રી કરછ સમક્ષ રજુઆત કરતા જણાવ્યુ રાજય અને કેન્દ્ર સરકારશ્રી દ્વારા લોકોને આરોગ્યની સુવિધા મળી તે માટે અનેકવિધિ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જેમાની ગરીબ લોકો ખાનગી હૉસ્પિટલમાં રૂપિયા ૧૦ લાખ સુધીની સારવાર કરાવી શકે તે માટે આયુષમાન કાર્ડ યોજના અમલમાં હોઈ પરંતુ નવા આયુષમાન કાર્ડ ઇશ્યૂ થયા બાદ લોકોને સારવાર મેળવવામાં વેરિફિકેશનની સમસ્યા થઈ રહી છે જેમાં નવા આયુષમાન કાર્ડમાં લાભાર્થી નું નામ અગ્રેજીમાં શોર્ટમાં લખવામાં આવતું હોવાથી સમસ્યા થઈ રહી હોઈ ઉપરાંત નવા આયુષ્માન કાર્ડનો ડેટા હવે આધારકાર્ડના બદલે રેશનકાર્ડ થી લિંક કરવામાં આવ્યો છે.પુરવઠા વિભાગના રેશનકાર્ડમાં ગુજરાતી નામ સરખું હોઈ પરંતુ અંગ્રેજી નામ વેરિફિકેશન કર્યા વગર જ શોટમાં લખી દેવાતું હોઈ જેથી લોકોને આયુષ્માન કાર્ડથી સારવાર લેવામાં મુશ્કેલી પડી રહી છે તેમજ નવા આયુષ્માન કાર્ડ કઢાવનાર લાભાર્થીઓ ને હાલાકી પડી રહી છે તેમજ આપશ્રીને વધુમાં જણાવું તો આપત્કાલીન (ઈમરજન્સી) સમયે વેરિફિકેશન ની સમસ્યાના કારણે આ યોજનના લાભ થી વંચિત રહી જતાં હોઈ માટે તાત્કાલીક ધોરણે આયુષમાન કાર્ડ અંગેની સમસ્યાઓનું નિરાકરણ કરવા રાપર વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ મુખ્યમંત્રીશ્રી સહિત શિક્ષણ મંત્રીશ્રી  સમક્ષ માંગ કરી હતી