લખપતમાં થયેલ લેન્ડ ગ્રેબિંગના પ્રકરણનો એક વર્ષથી ઉકેલ ન આવતા લોકોમાં નારાજગી

લખપતમાં છેલ્લા એક વર્ષથી લેન્ડ ગ્રેબિંગના પ્રકરણનો ઉકેલ ન આવતા લોકોમાં નારજગીનો માહો જોવા મળી રહ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર લખપતના અંતરિયાળ ગામ જુલરાઈના ખેડુતની  માલિકીની જમીનમાં પવનચક્કી ઉભી કરી દેવાતા લેન્ડગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી.ફરિયાદ નોંધાવવામાં આવેલ હોવા છતાં પણ કોઈ કાર્યવાહી ન થતાં સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક ગાંધીનગરને પત્ર દ્વારા ફરિયાદ કરવામાં આવેલ છે. પ્રાપ્ત વિગતો મુજબ રજૂઆત કરવામાં આવેલ પત્રમાં જણાવાયું હતું કે, ખેડૂતોએ પોતાની માલીકીના સર્વે નં. 70 અને 78 પૈકીની જમીનમાં ભાડાપટે જમીન મેળવી સર્વે નંબર-142માં લોકેશન બેસાડી ગેરકાયદેસર પવનચક્કી ઉભી કરી દેવામાં આવેલ છે.વધુમાં માહિતી મળી રહી છે કે, ગત વર્ષે કરવામાં આવેલ લેન્ડ ગ્રેબીંગ કેસનો હજી ઉકેલ આવી શક્યો નથી અને કચેરીઓ દ્વારા વિલંબ કરવામાં આવે છે. ટૂંક સમયમાં જ આ પ્રશ્નનો નિકાલ આવે તેવી  લોક માંગ ઉઠી છે.