મુંદ્રા ખાતે આવેલ સમાઘોઘાના એક રહેણાક મકાનમાંથી 216 દારૂની બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

copy image

copy image

મુંદ્રા ખાતે આવેલ સમાઘોઘાના એક રહેણાક મકાનમાથી 93 હજારની કિમતની કુલ 216 દારૂની બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર મુંદ્રા પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, મુંદ્રા ખાતે આવેલ સમાઘોઘામાં પટેલ ફળિયામાં એક રહેણાક મકાનમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી અલગ-અલગ બ્રાન્ડની કિ.રૂા.93,480ની  કુલ 216 શરાબની બોટલ ઝડપી પાડી હતી. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી શખ્સની અટક કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.