ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામમાંથી પાંચ જુગારપ્રેમીઓ ઝડપાયા
ધાગંધ્રા પોલીસે નિમકનગરના ગંજા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ખેલીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ધાગંધ્રા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામમાં આવેલ એક રહેણાક મકાનના ખુલ્લા પટમાં અમુક ઈશમો રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી કુલ 20,860નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. પોલીસે પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.