ગાંધીધામ સબ સ્ટેશનમાંથી 1.86 લાખના રીએક્ટરની તસ્કરી આરોપી ફરાર
ગાંધીધામ સબ સ્ટેશનમાંથી 1.86 લાખના રીએક્ટરની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આવેલ 66 કેવી સબ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈશમો રૂા. 1,86,000ના ત્રણ રીએક્ટરની તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ 30/1 થી 31/1 દરમ્યાન બન્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ હાઉસિંગ બોર્ડની તરફ આવેલ 66 કે.વી.ના સબ સ્ટેશનમાં તસ્કરોએ ખાતર પાડ્યું હતું. યાર્ડમાં 11 કે.વી., કેપીસીટર બેન્કના આઈસોલેટર ખોલી અને ત્રણેય રીએક્ટરના જમ્પર કાપી નાખેલ હતાં. મળતી માહિતી અનુસાર આરોપી શખ્સો 825 કિલોગ્રામના રીએક્ટરની ચોરી કરી નાસી છૂટ્યા હતા. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે નોંધાવેલ ફરિયાદના આધારે આગળની વધુ તપાસ હાથ ધરી છે.