મુંદ્રા ખાતે આવેલ ટપ્પર ગામ નજીક સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં 28 વર્ષીય યુવાનનું મોત
મુંદ્રા ખાતે આવેલ ટપ્પર ગામ નજીક સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં ગામના જ 28 વર્ષીય યુવાનનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર ગત દિવસે બપોરના સમયે ટપ્પર ગામનો દીપક ગોસ્વામી પોતાની બાઇક લઇને વાડીએ જઇ રહ્યો હતો, તે દરમ્યાન માર્ગમાં નીલગાય આવતાં તેના સાથે બાઇકની ટક્કર થઇ હતી. જેમાં આ યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓનાં પગલે આ યુવાનનું કરુણ મોત થયું હતું. ગંભીર રીતે ઇજાગ્રસ્ત આ યુવાનને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ જવાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.