વૃદ્ધ દાદા-દાદી સસરાને બટકા ભરી માર મારી પોત્રા વહુ બાળકને ઉપાડી ગઈ…
વૃદ્ધ દાદા દાદી સસરાને બટકા ભરી માર મારી પોત્રા વહુ બાળકને ઉપાડી ગઈ…સામે પક્ષે પણ પૌત્રા વહુ મનાલીબેન વિરાજ ગોરએ સારવારના બિછાનેથી દાદાજી અને દાદી સાસુ તેમજ એક મહિલાએ માર માર્યાનો આક્ષેપ કર્યો…
રાજગોર સમાજમાં પ્રથમ વખત સામે આવેલા આ ધિક્કાર જનક કિસ્સાએ સૌ સમાજના અગ્રણીઓને ચોંકાવી દીધા…
આવા કિસ્સા સામે સમાજ સાથે મળી યોગ્ય નિરાકરણ લાવે તેવી ઉગ્ર રીતે સમાજના સોશિયલ મીડિયાના ગ્રૂપોમાં માંગ ઉઠી રહી છે…
ભૂજના સરપર નાકા શિવ નગર એરપોર્ટ રોડ પર રહેતા 65 વર્ષીય રમીલાબેન રમેશભાઈ ગોર અને તેમના પતિ 70 વર્ષીય રમેશભાઈ દામજીભાઈ ગોર તારીખ 3/2, ના સાંજે ભૂજની જનરલ હોસ્પિટલમાં નોંધાવાયેલી MLC મુજબ અને તેઓના મૌખીન નિવેદનના આધારે તેઓની પોત્રા વહુ મનાલીબેન વિરાજ ગોર જે આજથી થોડા મહિના પહેલા મનાલીબેન વિરાજ ગોર દીકરાને મૂકી કોઈ શખ્સ સાથે નાસી ગઈ હતી અને ત્યાર બાદ કોર્ટમાં મનાલીબેન વિરાજ ગોરએ પોતાના બાળક લેવા માટે અરજી કરી હતી જેનો કેશ કોર્ટમાં ચલુમાં હતો જે તારીખ 3/2, ના સાંજે રમેશભાઈના પૌત્ર વિરાજ અને તેના માતા માલતીબેન હિતેષભાઇ ગોર પિતા હિતેષભાઇ રમેશભાઈ ગોર અને સામે પક્ષે મનાલીબેન વિરાજ ગોર સૌ કોર્ટમાં હાજર હતા ત્યારે કોર્ટમાં હજી કોઈ જજમેન્ટ કે કોર્ટનો ઓર્ડર આવે તે પહેલા મનાલીબેન વિરાજ ગોર કોર્ટમાંથી કોઈ બહાનું બનાવી નાશી જઈ સરપટ નાકા શિવ નગર રહેતા રમેશભાઈ ગોરના ઘરે આવી તેઓને અને તેમની પત્નીને હાથા પાઈ કરી માર મારી બટકા ભરી લાતો મારી દીકરાને તેઓના પાસેથી ગેર કાયદેસર રીતે જુંટવી જઈ ફરાર થઈ ગઈ હતી. ત્યાંબાદ ત્યાંના રહેવાસીઓ સૌ ઇજા પામનારાઓના દીકરા હિતેશભાઈ રમેશભાઈ ગોરને જાણ કરી હતી અને 108 મારફતે ભૂજની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી સારવાર ચાલુ કરાવી હતી ત્યારે સારવારના બિછાનેથી ઇજાપામનારાઓ MLC દ્વારા અને મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું…
વધુમાં સામાં પક્ષે મનાલીબેન વિરાજ ગોર પણ ભૂજની સિવિલ હોસ્પિટલમાં સારવારના બિછાનેથી સામેવાળા પક્ષ પર આરોપ લગાવ્યો છે કે, તે પોતાના બાળકને સાંજે મળવા ગઈ હતી ત્યારે તેઓના દાદાજી સસરા અને દાદી સાસુ તેમજ કોઈ જીજ્ઞાબેન ગોર સૌ સાથે મળી માર માર્યો છે તેવો આક્ષેપ કર્યો છે જેની તપાસ પોલીસ દ્વારા તટસ્થ રીતે કરવામાં આવી રહી છે વધુમાં મનાલીબેન વિરાજ ગોર મીડિયાને કહ્યું હતું…
રાજગોર સમાજમાં ચકચાર મચાવતા આ કિસ્સાએ છેલ્લા થોડા મહિનાઓથી સમાજની છબીને પણ નુકસાન થાય તેવી ચર્ચાઓ સમાજના સોશિયલ મીડિયા ગ્રૂપોમાં થઈ રહી છે જોકે સમાજના અગ્રણીઓ સૌ સાથે મળી તાત્કાલિક ધોરણે નિરાકાર લાવે તેવી માંગ સમાજના સમજદાર આગેવાનો કરી રહ્યા છે. કેમ કે આવા કિસ્સાઓ થકી સમાજને ક્યાંકને ક્યાંક નીચું જોવાનો વારો આવે એ સત્ય છે. કેમ કે અહી બંને પક્ષ સમાજ માટે ઉપયોગી થાય તેવા પરીવાર સાથે જોડાયેલા છે. એક પરીવાર સમાજની RTO રાજગોર સમાજવાડી સંભાળી રહ્યા છે જ્યા ક્યારે પણ સમાજને વાડી બાબતે નીચું જોવું પડે તેવો બનાવ સામે આવ્યો નથી, તો સામે પક્ષે સમાજના ઉત્થાન માટે સમાજ ઉપયોગી સેવા કાર્યોમાં ઘણી વખત ઉપયોગી થયો છે એટલા હવે સમાજના અગ્રણીઓ સાથે મળી ઝડપથી નિરાકરણ લાવે જેથી ભવિષ્યમાં કોઈ મોટી નુકસાની સમાજને ભોગવવી ન પડે તેવી માંગ સોશિયલ મીડિયાના માધ્યમોથી સમાજના અનેક ગ્રૃપોમાં થવા લાગી છે…