હળવદ ખાતે આવેલ ખેતરડી ગામના રહેણાક મકાનમાંથી દારૂની 25 પેટી સાથે એક શખ્સ ઝડપાયો

daru

copy image

copy image

હળવદ ખાતે આવેલ ખેતરડી ગામના રહેણાક મકાનમાંથી દારૂની 25 પેટી સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હળવદ ખાતે આવેલ ખેતરડી ગામે રહેતા આરોપી શખ્સનાં રહેણાક મકાનમાં પોલીસે દરોડો પાડી તપાસ હાથ ધરતા અલગ અલગ બ્રાન્ડની 25 પેટીઓ ઝડપી પાડી હતી. માહિતી મળી રહી છે કે, હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન પોલીસે કુલ મળીને 300 બોટલ દારૂ સહિત કુલ 1,33,160નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી શખ્સની અટક કરી આગળની વધુ કાયદેસરની કાર્યાવહી હાથ ધરી છે.