સુરતથી મુંબઈ જઈ રહેલા પરિવારને નડ્યો અકસ્માત : અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર સર્જાયો ત્રિપલ અકસ્માત : ગોઝારા અકસ્માતમાં બેનાં મોત ત્રણ ઘાયલ

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ગુંદલાવ નજીક ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં બે મોત થયા હતા ઉપરાંત પાંચ લોકો ઘાયલ થયા હતા. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ગુંદલાવ નજીક આ બનાવ બન્યો હતો. આ બનાવમાં ટેમ્પો, આઈસર અને કાર વચ્ચે સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં કારમાં સવાર બે લોકોના મોત થયા હતા ઉપરાંત પાંચ લોકો ઇજાગ્રસ્ત બનતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના ચૌહાણ પરિવારના સભ્ય લંડન જવાના હોવાથી પરિવારજનો તેમને મુંબઈ એરપોર્ટ પર મૂકવા જઈ રહ્યા હતા તે દરમ્યાન તેમને આ ગોઝારો અકસ્માત નડ્યો હતો,જેમાં બે લોકોના મોત નિપજ્યા હતા. માહિતી મળી રહી છે કે આ બનાવમાં પિકઅપ ટેમ્પોના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ડિવાઈડર કૂદી બીજી લેનમાં જતો રહ્યો તે જ સમયે સામેથી આવી રહેલી કાર અને આઈસર સાથે ધડાકાભેર ટક્કર થઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં તમામ વાહનોનું કચુંબર બની ગયું હતું.