ગોંડલમાંથી બાવળની જાળીઓમાં છુપાવેલ ઇંગ્લીશ દારુની 572 બોટલ પોલીસે ઝડપી : આરોપી ફરાર
ગોંડલ ખાતે આવેલ વોરા કોટડરોડ હુડકો કવાટર નજીક બાવળની જાળીઓમાં છુપાવેલ ઇંગ્લીશ દારુની 572 બોટલ પોલીસે ઝડપી પાડી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સ હાજર મળ્યો ન હતો. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિત અનુસાર એલસીબીની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગોંડલ વોરાકોટડરોડ હુડકો કવાટર નજીક આવેલ આરોપી શખ્સનાં મકાન તેમજ મકાન પાછળ આવેલ બાવળની જાળીઓમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો છુપાવીને રાખેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી રૂ.1,92,600ની દારુની 572 બોટલ ઝડપી પાડી હતી. પોલીસે તમામ મુદ્દામાલ હસ્તગત કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.