જેતપુરમાં દારૂની 720 બોટલ સાથે એક શખ્સ પોલીસના સકંજામાં

copy image

copy image

જેતપુર ખાતે આવેલ ચાંપરાજપુર રોડ પર આવેલ દ્વારકાધીશ હોટલ નજીકથી એક બોલેરો ગાડીમાંથી દારૂની 720 બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જેતપુર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમ્યાન તેમણે ખાનગી રાહે બાતમી મળેલ હતી કે,  જેતપુરના ચાંપરાજપુર રોડ, ભોજાધાર, દ્વારકાધીશ હોટલ પાસેથી એક યુવાન પોતાના કબ્જાની બોલેરો ગાડીમાં દારૂનો જથ્થો લઈને હાજર છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને હકીકત વાળી જગ્યાએ તપાસ હાથ ધરી અને બાતમી વાળી ગાડીમાં તપાસ કરતાં તેમાંથી દારૂની 720 બોટલ નીકળી પડી હતી. પોલીસે તમામ દારૂ કબ્જે કરી ગાડીના ચાલકની અટક કરી હતી. માહિતી મળી રહી છે કે, હાથ ધરવામાં આવેલ કાર્યવાહીમાં દારૂ અને બોલેરો ગાડી સહિત કુલ રૂ.7,14,400નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.