ભુજ ખાતે આવેલ દેશલપરમાંથી 20 લાખની વીજચોરી ઝડપાઈ

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ભુજ ખાતે આવેલ દેશલપરમાંથી 20 લાખની વીજચોરી ઝડપાઈ છે. આ મામલે મળતી વિગતો મુજબ વીજ ચોરી કરતા તત્વો પર કાબૂ કરવા માટે કચ્છમાં કોર્પોરેટ કક્ષાએથી ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, ભુજ સિટી-2, ભુજ રૂરલ ઉપરાંત દેશલપરમાં હાથ ધરાયેલા ચેકીંગમાં 20 લાખની વીજ ચોરી સામે આવી છે. રહેણાંક  કોમર્શિયલ અને ખેતીવાડીના 568 કનેકશન 28 ટીમો દ્વારા  ચેક કરવામાં આવેલ હતા. જેમાંથી 39 જોડાણમાં ગેરરીતી  ઝડપાતા તેમની વિરુદ્ધ દંડનિય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.