વાગરામાં CISF નજીક કાર્બન ભરેલ ટ્રક પલ્ટી જતા અકસ્માત : સદ્દભાગ્યે કોઈ જાનહાની નહીં


વાગરા-ભરૂચ માર્ગ પર આવેલ CISF કોલોની નજીક કાર્બન ભરેલ ટ્રક પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો. જો કે ઘટનામાં કોઈ જાનહાની નોંધાઇ ન હતી. પરંતુ ટ્રકને વ્યાપક નુકશાન પહોંચ્યું હતું. બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ આજ રોજ સવારના 6 વાગ્યાના અરસામાં પાલેજ સ્થિત ફિલિપ્સ કાર્બન કંપનીમાંથી કાર્બન લોડ લોડ કરી ટ્રક નંબર GJ.01.AY.8768 જે દહેજની MRF કંપનીમાં જઈ રહી હતી. તે વેળા વાગરા CISF કોલોની નજીક ટ્રકને અકસ્માત નડ્યો હતો. ચાલકના જણાવ્યા અનુસાર ટ્રક ભરૂચ તરફથી આવી રહી હતી. તે વેળાએ વાગરા તરફથી ઓવરલોડ માટી ભરેલ ડમ્પર ચાલક પુરપાટ ઝડપે ઓવરટેક કરી રહ્યો હતો. ઓવરટેક કરી રહેલ ડમ્પરને બચાવવા જતા ટ્રક રોડની સાઈડમાં પલ્ટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. જોકે સદ્દનસીબે ચલાકનો આબાદ બચાવ થયો હતો. પરંતુ લોડિંગ ભરેલ ટ્રક પલ્ટી જતા ટ્રકને વ્યાપક નુકશાન પહોંચ્યું હતું. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પોલીસ ફરિયાદ વિશે કોઈ માહિતી સાંપડી ન હતી.