મુંદ્રા ખાતે આવેલ કાંડાગરા નજીક છકડાની અડફેટે બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત

copy image

copy image

મુંદ્રા ખાતે આવેલ કાંડાગરા નજીક છકડાએ બાઇકચાલકને અડફેટમાં લેતા આધેડનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું  મોત નીપજયું હતું. આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહતી અનુસાર  આ આધેડ સાંજના સમયે પોતાની બાઇક  લઇને  મહાદેવનાં દર્શન કરવા નાના ભાડિયા જઈ રહયા હતા તે દરમ્યાન આઇકૃપા ભંગારના વાડા નજીક સામેથી પૂરપાટ આવતા છકડાએ બાઇકને અટફેટે લેતા આધેડને માથામાં તથા શરીરમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ગંભીર ઇજાઓના પગલે આધેડનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. પોલીસે આ અંગે છકડાના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.