ગાંધીધામમાં એક વૃદ્ધ સાથે ATM ફેરબદલી કરી 1.04 લાખની ઠગાઈ થતાં ફરિયાદ નોંધાઈ
સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે ગાંધીધામ ખાતે આવેલ ઓસ્લો નજીક બેંકના એ.ટી.એમ.માંથી પૈસા ઉપાડવા ગયેલ એક વૃદ્ધ સાથે 1.04 લાખની ઠગાઈ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગાંધીધામના સપનાનગરમાં રહેતા ઉધવસિંઘ મૂંડેસિંઘ ક્ષત્રિય દ્વારા આ ઠગાઈ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી ગત દિવસે સવારના અરસામાં મોપેડ લઇને નીકળ્યા હતા અને ઓસ્લો નજીક આવેલા એસ.બી.આઇ. બેંકના એ.ટી.એમ.માં પૈસા કઢાવવા ગયા હતા જ્યાં તેઓ પૈસા કઢાવી રહ્યા હતા તે દરમ્યાન તેમની પાછળ ઉભેલા ઈશમે એ.ટી.એમ.ના પિન નંબર જાણી લેતા ફરિયાદીનું કાર્ડ મશીનમાં ફસાઇ જવાથી તેઓ આ અંગે બેંકમાં જાણ કરવા ગયેલ અને ફરિયાદ કરી આ વૃદ્ધ પરત એ.ટી.એમ. કેબિનમાં આવતાં આ અજાણ્યા શખ્સે કાર્ડ આપી તમારું કાર્ડ મશીનમાંથી નીકળી ગયું હોવાનું જણાવી બીજું કાર્ડ આ વૃદ્ધને આપી દીધેલ હતું. થોડા સમય બાદ વિશાલ પેટ્રોલ પંપમાં પેટ્રોલ ફરિયાદીનું કાર્ડ ભરાવ્યું હતું અને ઓશિયા મોલમાંથી ખરીદી કરેલ હતી. આ શખ્સે ફરિયાદીના કાર્ડમાંથી રૂા. 1,04,987ની ખરીદી કરી ઠગાઇ આચરી હતી. પોલીસે આ અંગે ફરોયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.