મધ્યપ્રદેશમાં બની રુવાંડા ઊભા કરી દે એવી ઘટના : ફટાકડાની ફેક્ટરીમાં થયો બ્લાસ્ટ : કેટલાક મોત તો અનેક બન્યા ઘાયલ

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે, મધ્યપ્રદેશ ખાતે આવેલ હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાથી કેટલાક લોકોની લાશ બિછાઈ હતી ઉપરાંત અનેક લોકો ઘાયલ થયા હતા. 60થી  વધુ માકાનોમાં આગની જવાળાઓ ફાટી નીકળી હતી. વધુમાં માહિતી મળી રહી છે કે, ફેક્ટરીની નજીકના રસ્તા પર વેરવિખેર મૃતદેહો પડેલા જોવા મળી રહ્યા હતા. આ બનાવમાં 25થી વધુ ઘાયલ લોકોને હરદા જિલ્લા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલ છે. જાણવા મળી રહ્યું તંત્ર દ્વારા 100 થી વધુ મકાનો ખાલી કરવવામાં આવેલ છે.બનાવને પગલે ભારે ધોડદામ મચી હતી, લોકો પોતાનો જીવ બચાવવા ઘરની બહાર દોડી ગયા હતાં. મધ્યપ્રદેશના મંત્રી દ્વારા ફટાકડાની ફેક્ટરીનું હવાઈ સર્વેક્ષણ કરવામાં આવેલ હતું. હરદાના સિવિલ સર્જન ડૉ. મનીષ શર્મા દ્વારા જાણવા મળ્યું કે આ રુવાંડા ઊભા કરી દે એવિ દુર્ઘટનામાં 11 લોકોનાં મોત થયાં છે, જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે. ફેક્ટરીની આસપાસ રસ્તા પર 15 જેટલા મૃતદેહો વેરવિખેર પડેલા છે.  આ બનાવને પગલે હરદા અને આસપાસના જિલ્લામાંથી 114 જેટલી એમ્બ્યુલન્સ રવાના કરાઈ હતી.