દિવ-દમણ અને સંઘ પ્રદેશના સહપ્રભારી દુષ્યંત પટેલે અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી, ગૌ પૂજા સાથે બાળકીઓનું પૂજન પણ કર્યું

દિવ, દમણ અને સંઘપ્રદેશના સહપ્રભારી અને ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલની 59 મી વર્ષગાંઠ નિમિત્તે પાંજરાપોળ ખાતે ગૌ પૂજા કરી, ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ખાતે કુવારીકાઓનું પૂજન કરી અને આદિવાસી છાત્રાલયના બાળકો સાથે કેક કાપી જન્મ દિવસની ઉજવણી કરી હતી.
ભરૂચમાં 3 ટર્મ ધારાસભ્ય રહી ચૂકેલા અને હાલમાં દિવ, દમણ અને સંઘપ્રદેશના સહપ્રભારી દુષ્યંત પટેલ વર્ષોથી માત્ર રાજકીય જ નહીં રમતગમત સામાજિક શૈક્ષણિક ક્ષેત્રે લોકપ્રિય છબી ધરાવનાર દુષ્યંત પટેલે તેમનો જન્મ દિવસ અનોખી રીતે ઉજવવાનું નકકી કર્યું હતું. જેમાં સૌ પ્રથમ ભરૂચના જે.બી.મોદી પાર્ક નજીક આવેલા પાંજરાપોળ ખાતે ગૌમાતાની પૂજા અર્ચના કરી દિવસની શરૂઆત કરી હતી.ત્યાર બાદ શહેરમાં આવેલા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ખાતે રહેતી બાળકીનું પૂજન કર્યું હતું.
ત્યારબાદ ઝાડેશ્વર ખાતે આવેલા આદીવાસી છાત્રાલય ખાતે બાળકોની મુલાકાત લઈને કેક કાપીને બાળકો સાથે સમય વ્યતિત કરી જન્મ દીવસની ઉજવણી કરી હતી.જન્મ દિવસની ઉજવણી પ્રસંગે પાંજરાપોળ ખાતે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરભી તમાકુવાળા,પૂર્વ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, નરેશ સુથારવાળા સહિત સ્નેહીજનો ઉપસ્થિત રહી તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.