લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે રમતોત્સવ ઉજવાયો

ભરૂચમાં આવેલી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે આજ રોજ સ્પોર્ટ્સ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને વિવિધ રમતો રમાડવામાં આવી હતી. ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે સ્પોર્ટ્સ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમની શરુઆતમાં વિદ્યાર્થીઓ દ્વારા મશાલ સળગાવી, સ્પોર્ટ્સ ઇન્ચાર્જ એઝાઝભાઈ દ્વારા ગ્રીન સિગ્નલ આપી કરવામાં આવી હતી.
આ સ્પોર્ટ્સ સેલિબ્રેશનમાં વિદ્યાર્થીઓને વિવિધ રમતો જેવી કે,ક્રિકેટ, કબડ્ડી, વોલિબોલ, ખો – ખો, બેડમિન્ટન, દોરડાં ખેંચ વગેરે જેવી આઉટડોર અને ચેસ, કેરમ, રંગોળી જેવી ઇન્ડોર સ્પર્ધાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કૉલેજના પ્રિન્સિપાલ ડો.હસુમતિ રાજ તથા ડો. નિધિ ચૌહાણ તથા કૉલેજના તમામ સ્ટાફ, વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.