મુંદ્રા ખાતે આવેલ નવીનાળની કંપનીમાંથી 71 હજારના લોખંડના સાધનોની તસ્કરી કરી ચોર ઈશમો થયા ફરાર

મુંદ્રા ખાતે આવેલ નવીનાળની એક કંપનીમાંથી 71 હજારના લોખંડના સાધનોની તસ્કરી કરી ચોર ઈશમો ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે મુંદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મુંદ્રા તાલુકામાં આવેલ નવીનાળની એમ એન્ડ બી ઈન્જિનીયરિંગ લિ. કંપનીમાંથી કોઈ અજાણ્યા શખ્સો ગત તા. 27/1/24 પૂર્વે કોઈ સમયે લોખંડની પ્લેટ, એંગલો તથા પેનલ એમ કુલ રૂા. 71000ના લોખંડના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ મામલે મુંદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે નોંધાવેલ ફરિયાદ અનુસાર આગળની વધુ તપાસ હાથ ધરી છે.