આગામી લોકસભા ચૂંટણી અનુસંધાને, કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસની જિલ્લા મથક ભૂજ મધ્ય મીટીંગ યોજાઇ

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને ઓર્ગનાઈઝેશન ઇન્ચાર્જ કલ્પના જોશી તથા કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ રાધાસિંગ ચૌધરીના અધ્યક્ષ સ્થાને કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસની અગત્યની મીટીંગ ને મળી હતી જેમાં પ્રદેશ આગેવાન કલ્પના જોશી એ મહિલાઓને જણાવ્યું હતું કે આગામી લોકસભા પહેલા સંગઠન મજબૂતી કરણના ભાગરૂપે તમામ તાલુકા-શહેર વિસ્તારમાં વોર્ડ સમિતિમાં બુથ લેવલે મહિલાઓને જવાબદાર સૌથી સક્રિય રહેવાની બાબત પર ભાર મૂક્યો હતો. કચ્છ જિલ્લા મહિલા પ્રમુખ રાધાસિંગ ચૌધરીએ સંગઠન મજબૂત કરવા તથા આગામી દિવસોમાં મોંઘવારી મુદ્દે વિરુદ્ધ કાર્યક્રમ તથા મહિલાઓ પર થતા અત્યાચાર સંબંધે લડાઈ લડવા તત્પરતા દાખવવાની વાત કરી મહિલાઓ ને આગામી ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાવા આહવાન કર્યું હતું.
ઉપરાંત આ કાર્યક્રમમાં ભાજપને રામ રામ કરનાર પરપ્રાંતીય સંગઠન ના જનરલ સેક્રેટરી ઉમા રામરાવ ખાખી તથા બહુજન સમાજ પાર્ટીના જિલ્લા મહિલા પ્રમુખ કૌશલ્યાબેન પટેલ, રસીલાબેન સુથાર, લક્ષ્મીબેન સોલંકી, રાણીબેન ગોસ્વામી, જનકબા સુજાજી જાડેજા, શાંતા દિનેશ યાદવ, વિ. મહિલા આગેવાનો પોતાના કાર્યકરો સાથે બહોળી સંખ્યામાં કોંગ્રેસ પક્ષમાં વિધિવત જોડાયા હતા જેનું સ્વાગત પ્રદેશ મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ કલ્પના જોશી તેમજ જિલ્લા પ્રમુખ રાધા સિંહ ચૌધરીએ આવકાર્યા હતા અને આગામી લોકસભા માં કોંગ્રેસને વિજયી બનાવવા સંકલ્પ લેવડાવ્યો હતો આ મિટિંગમાં જિલ્લા મહિલા આગેવાનો સર્વે શ્રી સવિતા સોલંકી, કિરણ પોકાર, ભાવનાબેન ગોસ્વામી, ખમ્માબા ઝાલા, અમૃતા દાસ ગુપ્તા, નમન ખાલસા અન્નપૂર્ણાબા જાડેજા,પલવી ગઢવી ,જુમાબેન મહેશ્વરી ,લાભુબા જાડેજા, લક્ષ્મીબેન પરમાર, સીતા સિંહ રાજપુત, કિરણ દેવી, મીનાબા જાડેજા ,પ્રેમીલા મહેશ્વરી ,રેખા કેવલ રામાણી,સીમા રોય, નજમા અન્સારી ,હમીદા રાયમાં,રમીલાબેન માતંગ,હંસાબેન, વિ. મહિલા આગેવાનો જોડાયા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નીતાબેન સોલંકી તથા આભાર વિધિ ભાવનાબેન ગોસાઈ એ કરી હતી એવું જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ રાધા સિંહ ચૌધરીની યાદીમાં જણાવ્યું છે