મોરબીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર
copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે, મોરબી શહેરમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર પ્રસરી છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી શહેરમાં આવેલ મહેન્દ્રપરાની એક શેરીમાં આવેલ ડેરી પાછળથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો હતો. ગત તા 5 ના બપોરના સમયે આ નવજાત શિશુનો મૃતદેહ મળી આવેલ હતો. જે અંગે માલૂમ પડતાં તુરંત જ મોરબી પોલીસને જાણ કરવામાં આવેલ હતી જેથી મોરબી પોલીસ તાત્કાલિક તે સ્થળે પહોંચી હતી. આ મામલે વધુમાં જાણવા મળી રહ્યું છે કે, કોઈ અજાણી સ્ત્રીએ બાળકનો જન્મ છુપાવવા જન્મ પહેલા કે જન્મતી વખતે મરણ ગયેલ નવજાત શિશુના મૃતદેહને ઈરાદા પૂર્વક છુપાવવાનો પ્રયાસ કરેલ હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસે આ અંગે ગુનો નોંધી આ મામલે આગળની વધુ તપાસ હાથ ધરી છે.