વાંકાનેર ખાતે આવેલ પ્રતાપગઢમાં સામાન્ય બાબતે ત્રણ ઈશમો દ્વારા બે શખ્સોને માર મારવામાં આવતા ફરિયાદ નોંધાઈ

વાંકાનેર ખાતે આવેલ પ્રતાપગઢ ગામમાં સામાન્ય બાબતે ત્રણ ઈશમો દ્વારા બે શખ્સોને માર મારવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર વાંકાનેર ખાતે આવેલ પ્રતાપગઢ ગામમાં ઢોર ચરાવવા બાબતે સમજાવવા જતા ત્રણ શખ્સોએ આધેડ સહિતને માર મારી ઈજા પહોંચાડેલ હતી. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ મામલે વાંકાનેર ખાતે આવેલ પ્રતાપગઢ ગામે રહેતા ધનાભાઇ ખેંગારભાઈ ફાંગલિયા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી આરોપી શખ્સોને ઢોર ચરાવવા બાબતે સમજાવવા જતા આરોપી શખ્સોએ ફરિયાદીને શરીરે ઢીકા પાટુંનો માર મારી તેમજ લાકડી વડે આડા અવળા શરીરે તેમજ માથાના ભાગે ઘા કરી ઈજા પહોંચાડી હતી. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. જે અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે નોંધાવેલ ફરિયાદ અનુસાર આગળની વધુ તપાસ હાથ ધરી છે.