4.80 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપી શખ્સને 1 વર્ષની કેદ
copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, 4.80 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપી શખ્સને 1 વર્ષની સજા ફટકારતો હૂકુમ કોર્ટે જાહેર કર્યો હતો. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ચેક રિટર્નના પ્રકરણમાં આરોપી શખ્સને રાજકોટની કોર્ટે 1 વર્ષની કેદની સજા ઉપરાંત 60 દિવસમાં ન ચૂકવે તો વધુ 1 માસની સજાનો હુકમ કર્યો છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ આરોપી શખ્સને ધંધામાં પૈસાની જરૂર હોય જેથી આરોપીએ ફરીયાદી પાસેથી રૂ.4,80,000 ઉછીના લીધેલ હતા.આ રકમ પેટે આપવામાં આવેલ ચેક રીટર્ન થયો હતો. જેથી આરોપી શખ્સ વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવેલ હતો. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપી શખ્સને 1 વર્ષની સાદી કેદ તથા ચેકની રકમ મુજબ રૂ.4,80,000 નું વળતર ચૂકવવા હૂકુમ કર્યો હતો. ઉપરાંત જો રકમ સમયસર ન ચૂકવવામાં આવે તો 1 માસની જેલની સજાનો હુકમ કર્યો હતો.