અંકલેશ્વર શહેરના એસ.ટી. ડેપોની સામે આવેલ HDFC બેન્કના ATM તોડી ચોરી કરવાના નિષ્ફળ પ્રયાસમાં પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો

અંક્લેશ્વરના સિટી બસ સ્ટેન્ડ સામે આવેલા એચડીએફસી બેન્કને રાત્રીના સમયે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ પથ્થર તેમજ સળિયા વડે એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તેઓ સફળ થયાં ન હતાં. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી. તસ્કરોના આ પ્રયાસ નિષ્ફળ રહેતા ચોરીની વધુ એક ઘટના બનતા અટકી હતી. આ બનાવ અંગેની જાણ થતાં એચડીએફસી બેન્કના અધિકારીઓ દોડી આવ્યા હતા અને અંકલેશ્વર શહેર ‘એ’ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો પણ આવી પહોંચી તપાસનો દોર શરૂ કર્યો હતો. ડોગ સ્ક્વોડ તેમજ ફિંગર પ્રિન્ટ મેળવી પોલીસે બેંક મેનેજરનો સંપર્ક સાધી સીસીટીવી ફૂટેજ મેળવી હાલ તો એક ઈસમ, નામે મૌકનયા સૌતયા તડવી રહે, અક્કલકુવા નંદુરબારનાઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.