ઝાડેશ્વર ગાયત્રી મંદિર ખાતે 26 માં નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી કરાશે

1008 મહામંડલેશ્વર સ્વામી અલખ ગિરિજી મહારાજનો સંકલ્પ હતો કે માં ભગવતી નર્મદાના શુદ્ધ અને પવિત્ર જળ સમસ્ત ગુજરાતના ઘરે-ઘરે તથા ખેતરે-ખેતરે પહોંચી સમગ્ર મનુષ્ય પશુ-પક્ષી, વૃક્ષ તથા જીવ-જંતુઓ પાણી વિના તરસ્યાના રહે તથા ગુજરાતની પ્રજા આબાદ બને, ગુજરાત સમગ્ર વિશ્વમાં સ્વર્ગ બને તેવા મહા સંકલ્પને લઈ ઝાડેશ્વર ગાયત્રી મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ નર્મદા જયંતિ માં નર્મદાજીનો પ્રાગટ્ય દિવસની ઉજવણી તારીખ 16 ફેબ્રુઆરી ના રોજ કરાશે.

ઝાડેશ્વર ખાતે આવેલ ગાયત્રી મંદિર અલખધામ ખાતે 26 મો નર્મદા જયંતિ મહોત્સવ પરમ પૂજ્ય શ્રી શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી અલખ ગિરિજી મહારાજના આશીર્વાદથી 26 માં નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી થનાર છે, જેના ભાગરૂપે ઝાડેશ્વર ગાયત્રી મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં તારીખ 8 થી 16 ફેબ્રુઆરી સુધી નર્મદા જયંતિ મહોત્સવને લઈ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે જેમાં શ્રી ગાયત્રી મહાપુરાણ કથા, સંગીત સહિત કથા તારીખ 8 થી 14 ફેબ્રુઆરી સુધી તથા દરરોજ સાંજે 3 થી 6 શ્રી શ્રી શ્રી1008 મહામંડલેશ્વર દ્વિતીય પીઠાઘીશ્વર માતા સત્યનંદગીરીજી કથાનું રસપાન કરાવશે, સાથે જ 15 ફેબ્રુઆરીને ગુરુવારના રોજ 51 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરાયું છે તથા 15 ફેબ્રુઆરી સાંજે સંતવાણી લોક ડાયરાનું પણ આયોજન રાત્રે 9:00 થી 1 કલાક ડાયરાનું આયોજન ગાયત્રી પરિવાર દ્વારા કરાયું છે, તથા 16 ફેબ્રુઆરી નર્મદા જયંતિ 26 માં નર્મદા જયંતિ મહોત્સવ 16 ફેબ્રુઆરીના રોજ માં નર્મદાજીનો પ્રાગટ્ય દિવસની ઉજવણી ભવ્યથી અતિ ભવ્ય રીતે ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 1008 મહામંડલેશ્વર સ્વામી અલખ ગીરીજી મહારાજના પાવન સાનિધ્યમાં આશીર્વાદથી નર્મદા જયંતિ મહોત્સવનું આયોજન કરાયું છે જેમાં 16 ફેબ્રુઆરીના રોજ સાંજે ચાર કલાકે સવા લાખ દિવડાની મહા આરતી, ભવ્ય અન્નકૂટ, ભવ્ય આતશબાજી, નર્મદા મહાપૂજા, 1000 નંગ સાડી અર્પણ માતાજીને મહાભિષેક, મહાપ્રસાદ સહિત ભવ્યથી ભવ્ય રીતે માં નર્મદાજીની જન્મ જયંતિ, માં નર્મદાજીનો પ્રાગટ્ય દિવસની ઉજવણી ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર દ્વારા થનાર છે તો આ કાર્યક્રમમાં સમગ્ર ભરૂચ જિલ્લાની જનતાને નર્મદા જયંતિ કાર્યક્રમ દરમિયાન કથા સહિત, માં નર્મદા જયંતિ દરમિયાન સૌ ભાઈ-બહેનો મંદિર પરિષદમાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમનો લાભ લે તેવું મંદિર સંચાલકો દ્વારા નિવેદન કરાયું છે.