આદિપુરમાં ઓનલાઇન સટ્ટો રમતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો
copy image

આદિપુર શહેરમાં આવેલ મહારાવ સર્કલ પાસેથી ઓનલાઇન સટ્ટો રમતા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, આદિપુરના મુંદ્રા સર્કલ નજીક બાંકડા કોઈ શખ્સ પોતાના મોબાઈલમાં ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને આદિપુર શહેરમાં આવેલ મુંદરા સર્કલ નજીક બાંકડા પર બેઠેલ અંતરજાળના શખ્સને ઝડપી પાડ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે, આ શખ્સ દુબઈમાં ચાલતી ઈન્ટરનેશનલ લીગ ટી-20 ટૂર્નામેન્ટની દુબઈ કેપિટલ્સ અને ગલ્ફ જાયન્ટ્સની મેચ પર સટ્ટો રમી રહ્યો હતો. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ હસ્તગત કરી આરોપી ઈશમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.