મુંદ્રા ખાતે આવેલ બગડાના બંધ ઘરમાંથી 1.31 લાખની મત્તા પર હાથ સાફ કરી ચોર ઈશમો થયા ફરાર

મુંદ્રા ખાતે આવેલ બગડાના બંધ ઘરમાંથી 1.31 લાખની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ બનાવ અંગે મૂળ મુંદ્રા તાલુકાના બગડાના અને હાલમાં ગાંધીનગરમાં રહેતા શંભુભાઇ નારાણભાઇ ગોયલ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર આ બનાવ ગત તા.05/02 ના રાતના સમયગાળામાં બન્યો હતો. આ સમય દરમ્યાન કોઇ અજાણ્યા ચોર ઇશમો બંધ ઘરના દરવાજાનો નકૂચો અને લોક તોડી ઘરમાં ઘૂસીને ઘરમાંથી સોનાના દાગીના અને રોકડ સહિત કુલ 1,31,000ની મત્તા પર હાથ સાફ કરી ફરાર થઈ ગયા ગયા હતા. પોલીસે અજાણ્યા ચોર ઈશમો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.