અંજારમાં 20 વર્ષીય યુવતીનો આપઘાત
copy image

અંજારમાં 20 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજારમાં રઘુવીરનગર પાછળ આવેલ મોહનરાય વાડી વિસ્તારમાં રહેતા 20 વર્ષીય ભાવીશાબેન હરીભાઈ કાતરીયા ગઈકાલે બપોરે 3 વાગ્યાના સમયે પોરાના ઘરે હાજર હતા તે દરમ્યાન કોઈ કારણસર પોતાના ઘરમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું. પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.