ભુજમાંથી ચોરાઉ મનાથી બાઇક સાથે એક શખ્સ પોલીસના સકંજામાં
copy image

ભુજમાંથી ચોરાઉ મનાથી બાઇક સાથે પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ભુજ શહેરના ભીડનાકાથી સરપટનાકા તરફ જતા માર્ગ પરથી નંબર પ્લેટ વિનાની બાઈક સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવેલ છે. પ્રાપ્ત વિગતો મુજબ પોલીસની ટીમ પેટ્રોલિંગ હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ચોરાઉ મનાતી બાઈક સાથે આરોપી શખ્સ ભુજમાં હાજર છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને આધાર-પુરાવા વિનાની ચોરીની કે છળકપટથી મેળવાયેલી સ્પ્લેન્ડર બાઈક કિં. રૂા. 10,000 સાથે આરોપી શખ્સની અટક કરવામાં આવી હતી.પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.