મહેસાણા ઊંઝા નેશનલ હાઇવે ઉનાવા રોડ પર ચાલુ ગાડીમાં શોર્ટસર્કિટના કારણે આગ ભભૂકી : સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, મહેસાણા ઊંઝા નેશનલ હાઇવે ઉનાવા રોડ પર ચાલુ ગાડીમાં શોર્ટસર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી. જાણવા મળી રહ્યું છે કે, આ બનાવમાં તુયારાન્ત ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા ટીમે આવીને આગ બુઝાવી હતી અને પાંચ વ્યક્તિનો આબાદ બચાવ કર્યો હતો. અમદાવાદથી ડીસા તરફ જતી ચાલુ કારમાં ઉનાવા નજીક નેશનલ હાઈવે પર શોર્ટસર્કિટ થતાં અચાનક ગાડીમાં આગ ભભૂકી ઉઠી હતી. તાત્કાલિક ઊંઝા નગરપાલિકા ફાયર વિભાગની ટીમને જાણ કરતા ગાડીમાં સવાર 5 લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો.