રાપરના કિડીયાનગરના લિસ્ટેડ બુટલેગરની પાસા તળે અટકાયત કરી સુરત લોજપાર જેલ હવાલે કરાયો

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કચ્છના કિડીયાનગરના લિસ્ટેડ બુટલેગરની પાસા તળે અટકાયત કરી સુરત લોજપાર જેલ હવાલે કરી દીધો હતો. આ મામલે પ્રાપ્ત વિગતો મુજબ, દારૂની બદી પર રોક લગાવવા કિડિયાનગરના લિસ્ટેડ બુટલેગર શખ્સ સામે સામખિયાળી તથા ગાગોદર પોલીસ મથકે ગુના નોંધાયેલા હોવાથી પાસાની દરખાસ્ત તૈયાર કારવ્યા બાદ કચ્છ કલેક્ટર સમક્ષ મુકાઈ હતી. કલેક્ટર દ્વારા આ દરખાસ્ત મંજૂર કરી પાસા વોરંટ ઇશ્યુ કરાયો હતો.જેથી રાપરના કિડીયાનગરના લિસ્ટેડ બુટલેગરની પાસા તળે અટકાયત કરવામાં આવી છે.