ગાંધીધામના સ્થાપના દિવસને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ : આતશબાજીથી કરવામાં આવશે શાનદાર ઉજવણી
copy image

આજે ગાંધીધામના 76માં સ્થાપના દિવસ નિમિત્તે ગાંધીધામમાં ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, આજે ગાંધીધામ નગરપાલિકા તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા શહેરના સ્થાપના દિવસની રંગારંગ ઉજવણી કરાશે. સવારના 9:30 વાગ્યાના સમયે ગાંધીધામના સ્થાપક ભાઈપ્રતાપ દિયલદાસની સમાધી, આદિપુર ખાતે પુજા આરતી બાદ મુંદ્રા સર્કલ પર મહારાવ વિજયરાજસિંહજીની પ્રતિમાને હારારોપણ સહિતની ઉજવણી કરાઈ છે. ઉપરાંત સાંજે 4:30 વાગ્યાના સમયે ઝંડાચોક મધ્યે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ગૃપ ડાન્સ તેમજ વિજેતાઓનું ઈનામ વિતરણ કરવામાં આવશે. વધુમાં જાણવા મળી રહ્યું છે કે, આ શુભ પ્રસંગે સાંજે આતશબાજી પણ કરવામાં આવશે. માહિતી મળી રહી છે કે, આજના 76માં સ્થાપના દિવસને પાલિકા દ્વારા 74મો ગણાવવામાં આવી રહ્યો છે. ગાંધીધામની સ્થાપના ગાંધીજીના નિર્વાણ થયાના 12માં દિવસે એટલે કે 12 ફેબ્રુઆરી, 1948ના તેમના અસ્થિફુલના આદિપુરમાં પધરાવ્યા બાદ કરવામાં આવી હતી. પરંતુ પાલિકા દ્વારા પોતાના સતાવાર કાર્યક્રમમાં પણ આને 74મો સ્થાપના દિવસ જણાવેલ છે.ગાંધીધામના સ્થાપના દિવસને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ અને ઉમાંગ જોવા મળી રહ્યો છે.