આજે ગાંધીધામનો સ્થાપના દિવસ છે ત્યારે ચાલો જાણીએ થોડુ ગાંધીધામના ઇતિહાસ વિષે :
copy image

ગાંધીધામ, જે શરૂઆતમાં સરદારગંજ તરીકે પ્રચલિત હતું, ગાંધીધામ કચ્છ જિલ્લાનું સૌથી વિશાળ અને સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે. ગાંધીધામ એ 1950ના દાયકાના પ્રારંભમાં ભારતના ભાગલા પછી સિંધ (હવે પાકિસ્તાનમાં)ના સિંધી હિન્દુ શરણાર્થીઓના પુનર્વસન માટે બનાવવામાં આવેલ હતું.
ઇ.સ.1947માં ભારતના ભાગલા થયા ત્યાર બાદમાં તુરંત જ, પાકિસ્તાનના સિંધમાંથી સિંધી હિંદુઓ શરણાર્થીઓનો મોટો સમૂહ ભારતમાં સ્થળાંતર થયો હતો. કચ્છના મહારાજા હિઝ હાઈનેસ મહારાવ શ્રી વિજયરાજજી ખેંગારજી જાડેજાએ તેમના ભાઈ પ્રતાપને 15,000 એકર જમીન દાનમાં આપેલ હતી, જેમાં તેઓએ સિંધમાંથી પાકિસ્તાનમાં સ્થળાંતર કરીને આવેલા સિંધી હિન્દુઓના પુનર્વસન માટે સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન લિમિટેડની સ્થાપના કરવામાં આવી હતી.
પુનર્વસન માટે કરવામાં આવેલ સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન લિમિટેડની રચના આચાર્ય ક્રિપલાણીના અધ્યક્ષ તરીકે અને ભાઈ પ્રતાપ ડાયલદાસ મેનેજિંગ ડિરેક્ટર તરીકે કરાઈ હતી. મૂળ યોજના ભારત સરકારમાં આવાસ વિભાગના નિયામક ડૉ. ઓ. એચ. કોએનિગ્સબર્ગરની આગેવાની હેઠળની યોજનાકારોની ટીમ દ્વારા કરાઈ હતી. ત્યાર બાદમાં, આ યોજનામાં એડમ્સ હોવર્ડ અને ગ્રીલી કંપની દ્વારા 1952માં સુધારો કરવામાં આવેલ હતો. ઇ.સ. 1947માં ગાંધીજીના આશીર્વાદથી નગરનો શિલાન્યાસ કરાયો. જેથી, નગરનું નામ ગાંધીધામ રાખવામાં આવેલ. નગરની અંતિમ વસ્તીના હિસાબે મૂળ યોજનામાં 400,000ની સંભાવના ધરવામાં આવેલ હતી, જેમાંથી અડધી સિત્તેરના દાયકાના મધ્યમાં પહોંચી જવાની આશા હતી. સુધારણા કરેલ યોજનામાં નગર વિકાસના ત્રણ તબક્કાની કલ્પના કરવામાં આવી હતી જેમાં મધ્ય-તબક્કો લગભગ 150,000ની વસ્તી સાથે લાંબા સમય સુધી ટકી રહે છે.
ગાંધીધામએ પ્રતાપ ડાયલદાસનું સ્વપ્ન હતું. કચ્છ પ્રદેશમાં જમીનની પ્રાપ્તિ માટે ભાઈ પ્રતાપ ડાયલદાસ દ્વારા ભારતના મહાન નેતાઓને વિનંતી કરવામાં આવેલ હતી. તેમણે કચ્છના મહારાવ વિજયરાજજીને સિંધમાંથી સ્થળાંતર કરીને આવેલા સિંધી સમુદાયના લોકોના પુનઃ વસાહત માટે જમીન આપવા વિનંતી કરેલ હતી. જે અંગે મહારાવે કોઈપણ વિલંબ વિના, 15000 એકર જમીન આપી દીધેલ. ભાઈ પ્રતાપે જણાવેલ કે આ ખૂબ મોટી જમીન છે અને SRC લિમિટેડ દ્વારા તેનો વિકાસ સંભવ નથી, તેથી, તેઓએ માત્ર 2,600 એકર રાખવા ઈચ્છતા હતા, અને બાકીની જમીન સંચાલન માટે KPT અને GDAને આપાઈ હતી. આજે આદિપુર અને ગાંધીધામ ટાઉનશીપ માત્ર રાજપૂત ક્ષત્રિય પૂર્વજોની કૃપાથી કચ્છ જિલ્લામાં ગૌરવની ટાઉનશીપ છે.