JCI ભરુચ દ્વારા સંસ્કાર વિદ્યા ભવન સ્કૂલમાં ધોરણ ૯ના વિદ્યાર્થીઓ માટે સેમિનારનું આયોજન

JCI Bharuch દ્વારા સંસ્કાર વિદ્યા ભવન સ્કૂલમાં ધોરણ ૯ ના વિદ્યાર્થીઓ માટે Effective Communication, Emotions Management and Do’s & Don’ts of Social Media ટોપિક ઉપર સેમિનાર રાખવામાં આવ્યા હતો. જેમાં ટ્રેનર તરીકે
પ્રોવિઝનલ ઝોન ટ્રેનર જેસી મિતેષ પરમારે સેવા આપી હતી. આ કાર્યક્રમમાં સંસ્કાર વિદ્યાભવનના આચાર્યશ્રી શર્મિલાબેન દાસ, જેસીઆઇ ભરૂચના પ્રમુખ જેસી હર્ષિત શાહ, જેસીઆઇ ભરૂચનના ટ્રેનિંગ ટીમના સભ્યો VP જેસી તૃપ્તિ રાઠોર અને ડિરેક્ટર જેસી જલ્પા શેઠે હાજરી આપી હતી. લગભગ ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.