ભરૂચના વગુસણા ગામ નજીક યોજાયેલા સમૂહ લગ્નમાં પાંચ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા

ભરૂચ-નર્મદા પાટણવાડીયા ઠાકોર સમાજ આયોજીત પાટણવાડીયા ઠાકોર સમાજનો સમુહ લગ્ન મહોત્સવ વગુસણા ગામ નજીક આવેલી એમિટી સ્કૂલની પાછળના ભાગે ઉજવાયો હતો.જેમાં પાંચ યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા.
ભરૂચ-નર્મદા જિલ્લા પાટણવાડિયા ઠાકોર સમાજ દ્વારા સમાજના ઉત્થાન માટે અનેક સામાજીક અને શૈક્ષણિક કાર્યક્રમો કરવામાં આવે છે.ત્યારે સમાજના લોકોને એક મંચ પર એકત્ર કરવાના હેતુસર આજ રોજ વગુસણા ગામ નજીક આવેલી એમિટી સ્કૂલની પાછળના ભાગે ભરૂચ-નર્મદા પાટણવાડીયા ઠાકોર સમાજનો સમૂહ લગ્નોત્સવ મહોત્સવ ઉજવાયો હતો. જેમાં સમાજના પાંચ યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા.આ પ્રસંગે નવદંપતિઓને આશીર્વાદ આપવા મોટી સંખ્યામાં સમાજના મહાનુભવો અને વડીલો ઉપસ્થિત રહી નવવધુઓને આશીર્વાદ આપ્યા હતા.
આ સમુહ લગ્નોત્સને સફળ બનાવવા માટે સમાજના પ્રમુખ નિલેશ બચુભાઈ ઠાકોર,ખજાનચી સતિષ નગીનભાઈ ઠાકોર,પ્રવકતા ભરત બાલુભાઈ ઠાકોર, મહામંત્રી ધર્મેન્દ્રભાઈ ઈશ્વરસિંહ ઠાકોર (મુન્નાભાઈ) અને પ્રભારી રાજેશ રામસીંગભાઈ ઠાકોર (વગુસણા)એ ભારે જહેમત ઉઠાવી સમૂહ લગ્નોત્સવને સફળ બનાવ્યો હતો.