ભરૂચ LCBએ રીઢા આરોપીને વડોદરાથી દબોચ્યો, આરોપી સામે નોંધાયેલા છે 31 ગુનાઓ

ગુજરાતના અમદાવાદ,વડોદરા, આણંદ,નડિયાદ,ભરૂચ, અંકલેશ્વર અને સુરત જેવા શહેરમાં ATM માં પૈસા ઉપાડવા આવતા ગ્રાહકોને મદદ કરી આપવાના બહાને પાસવર્ડ જાણી ATM ની બદલી કરી ફ્રોડ કરતા રીઢા આરોપીને ભરૂચ LCB ટીમે ઝડપી પાડયો હતો.જેના પર કાયદેસરની કાર્યવાહી કરી અંકલેશ્વર શહેર “એ” ડીવીઝનમાં સોંપવામાં આવ્યો છે.
ભરૂચ જિલ્લા એસ.પી મયુર ચાવડાએ જિલ્લામાં ATM ફ્રોડના બની રહેલા બનાવો શોધી કાઢવા માટે આદેશ આપ્યા હતા.જેના અનુસંધાને એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એમ.એમ.રાઠોડના માર્ગદર્શન હેઠળ LCB ટીમોએ કામગીરી હાથ ધરી હતી.જેથી LCB ની એક ટીમ અંકલેશ્વરમાં હાજર હતી.ત્યારે માહિતીના આધારે અંક્લેશ્વર શહેર “એ” ડીવીઝનમાં નોંધાયેલા ગુનામાં સી.સી.ટી.વી. ફુટેજમાં દેખાતો ઇસમ અગાઉ પકડાયેલો તુષાર અનિલ કોઠારી રહે,આણંદ છે.જે હાલમાં વડોદરામાં સ્કેવર હોટલ પાસે હાજર છે. જેથી ટીમે વડોદરા રેલ્વે સ્ટેશન નજીક આવેલા સ્કેવર હોટલના વિસ્તારમાંથી તુષાર અનિલ કોઠારીને ઝડપી પાડ્યો હતો.
ભરૂચ LCB ટીમે પુછતાજ કરતાં તે ભાંગી પડતા પોતાના ગુનાની કબૂલાત કરી હતી.જેમાં તે ATM પર પૈસા ઉપાડવા આવતા ગ્રાહકોને મદદ કરવાના બહાને તેમનું એ.ટી.એમ.બદલી નાખી પાસવર્ડ જાણી તેમાંથી પૈસા ઉપાડી લેતો હતો.તે એક મહીના પહેલા આણંદથી અંક્લેશ્વર આવી સર્કલ ત્રણ બાજુ બેંક ઓફ બરોડાના એ.ટી.એમ.પર રેકી કરી એક વૃધ્ધ કાકાના ATM કાર્ડનો પાસવર્ડ જાણી તેમનું કાર્ડ બદલીને નજીકના ATM મશીનમાં જઈને કુલ પાંચ ટ્રાન્જેક્શન કરી કુલ.રૂ. 50 હજાર ઉપાડી લીધા હતા.જેના ઉપર અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ,ભરૂચ અને સુરત જેવા શહેરના 31 ગુનાઓનો નોંધાયેલા છે.